Recent Posts

યોજના - વિદેશ અભ્યાસ લોન

 

યોજનાનું નામ : વિદેશ અભ્યાસ લોન


યોજનાનું સ્વરૂપ / લોન સહાયના ધોરણો:

·         ધોરણ-૧૨ પછી ફક્ત M.B.B.S, સ્નાતક (ડિપ્લોમા પછી ડિગ્રી મેળવેલ હોય તો પણ માન્ય) થયા પછી અનુસ્નાતક તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા અથવા અન્ય નામથી ઓળખાતા સમકક્ષ અભ્યાસક્રમ માટે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ રુ. ૧૫.૦૦ લાખની વિદેશ અભ્યાસ લૉન નિગમ તરફથી આપવામા આવશે.

લાયકાતના ધોરણો : ધો-૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ.

વ્યાજનો દર : વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ.

આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૬.૦૦ લાખ કેતેથી ઓછી.

લોન માટેનાં જામીન / દસ્તાવેજ:

·         સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂા.૭.૫૦ લાખ કે તેથી ઓછી રકમના ધિરાણ માટે ધિરાણની રકમથી દોઢ ગણી કિંમતની લાભાર્થીની પોતાની કે સગા સંબંધીની મિલકત પર બોજાનોંધ કરાવવાની રહેશે.

·         સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂા.૭.૫૦ લાખ કરતાં વધારે હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઇ સગા સબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.

·         દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ પોસ્ટ ડેટેડ ચેક આપવાના રહેશે

લોનની પરત ચુકવણી:

·         રૂા.૫.૦૦ લાખ સુધીની કુલ લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ ૫ (પાંચ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.

·         રૂા.૫.૦૦ લાખથી વધુની લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ ૬(છ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.

·         ભરપાઇ થતી લોનના નાણાં પ્રથમ વ્યાજ પેટે જમા લેવાનાં રેહેશે.

·         લોન લેનાર નિશ્ચિત સમય મર્યાદા પહેલા પણ લોનની પરત ચુકવણી કરી શકાશે

Apply Now




 👉 Click here to know How to Apply

For more Scheme 👇 


 

 

 

 


 

 

 


 

 

 


 

 

 


 

Stay Connected with us :