- જિઓના ગ્રાહકોને મોટો ઝટકો
- પ્રીપેડ ટેરિફ પ્લાનમાં 20 ટકાના
વધારાની જાહેરાત
- 1 ડિસેમ્બરથી લાગુ પડશે નવા રેટ
- એરટેલ અને વોડાફોન પ્રીપેડ રેટમાં વધારાની જાહેરાત કરી
ચૂકી છે
મુકેશ અંબાણીની
આગેવાની જિઓએ એરટેલ અને વોડાફોનને પગલે ચાલીને તેના પ્રીપેડ રેટમાં 20 ટકાનો વધારાની જાહેરાત કરી દીધી છે.
જિઓએ કહ્યું કે નવા રેટ 1 ડિેસમ્બરથી લાગુ પડશે. જિઓએ 20 ટકા પ્રીપેડ રેટ વધારાની જાહેરાત કરી છે. જિઓએ બહાર પાડેલી પ્રેસ રિલિઝમાં જણાવાયું છે કે જિઓ સૌથી ઓછા ભાવે બેસ્ટ ક્વોલિટિની સેવા આપવા કટિબદ્ધ છે. જિઓના ગ્રાહકોને સૌથી મોટો લાભ મળવાનું ચાલુ રહેશે.
એરટેલ અને વોડાફોન આઇડિયાએ કેટલો કર્યો વધારો
એરટેલ અને વોડાફોન આઇડિયાએ વોઇસ પ્લાન, અનલિમિટેડ વોઇસ પ્લાન અને ડેટા ટોપ-અપ્સ સહિત વિવિધ પ્રીપેડ પ્લાન્સના દરમાં 20-25 ટકાનો વધારો કર્યો
છે. નવા દરો શુક્રવાર, 26 નવેમ્બરથી અમલમાં
આવ્યા હતા. એરટેલ બાદ વોડાફોન આઇડિયાએ પણ ટેરિફ પ્લાનમાં વધારો કરવાની જાહેરાત કરી
હતી. વોડાફોન આઇડિયાએ તમામ પ્લાનમાં મોબાઇલ કોલ અને ડેટા રેટમાં 20-25 ટકાનો વધારો
કરવાની જાહેરાત કરી હતી. વધેલા દરો ૨૫ નવેમ્બરથી અમલમાં આવ્યા હતા.