Recent Posts

સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ બનશે માળખાકીય રીતે શ્રેષ્ઠ સરકાર કરશે ખર્ચો 10 હજાર કરોડનો!

સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને સ્પર્ધાત્મક અને માળખાકીય રીતે શ્રેષ્ઠ બનાવવા તેમ જ બાળકો માટે સ્માર્ટ ક્લાસ રૂમ, સ્ટેમ લેબ જેવી અદ્યતન ભૌતિક સુવિધા આપવા આ મિશન સ્કુલ ઓફ એક્સેલન્સ હાથ ધરવામાં આવેલું છે. આ પ્રોજેક્ટ અન્વયે આગામી પાંચ વર્ષમાં શાળા શિક્ષણ ક્ષેત્રે રૂ.10,000 કરોડ ખર્ચ કરવામાં આવશે.


 

વર્લ્ડ બેંક દ્વારા 500 મિલિયન ડોલરના ફંડીગને મંજૂરી આપવામાં આવી


વર્લ્ડ બેંક દ્વારા 500 મિલિયન ડોલરના ફંડીગને મંજૂરી આપવામાં આવી છે અને સમગ્ર પ્રોજેક્ટને ઈફેક્ટીવ જાહેર કરાયો છે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત આગામી બે તબક્કામાં આગામી 1500 દિવસમાં 15,000 મોટી પ્રાથમિક શાળાઓ અને 5,000 માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક મળીને કુલ 20,000 શાળાઓને સર્વાંગી રીતે અપગ્રેડ કરવામાં આવનાર છે.

આ 20,000 એટલે કે આશરે 50 ટકા શાળાઓમાં હાલ 40 લાખ વિદ્યાર્થીઓ એટલે કે કુલ બાળકો પૈકી 80 ટકા વિદ્યાર્થીઓ ભણે છે. અને તે ર્વંનિે આવતા પાંચ વર્ષમાં 45 લાખ (90 ટકા) સુધી પહોંચી શકે છે. ગુજરાત સરકારના શિક્ષણક્ષેત્રે અતિ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ 'મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ' ના ક્ષેત્રે થયેલી કામગીરી અને પ્રગતિની સમીક્ષા તેમજ ગુજરાત ના આ પ્રોજેક્ટને બેસ્ટ પ્રેક્ટિસિસ તરીકે દેશમાં અને વિશ્વમાં અન્ય સ્થાનોએ પ્રસ્તુત કરી શકાય.

તેના માર્ગદર્શન માટે રાજ્યની મુલાકાતે વર્લ્ડબેન્ક અને એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બેન્કની આંતરરાષ્ટ્રીય ટીમ આવેલી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ ટીમના તજજ્ઞાોએ ગાંધીનગરમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી કિતસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં બેઠક યોજી હતી. વર્લ્ડ બેન્કના કન્ટ્રી ડાયરેક્ટર જુનેદ કમાલે મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે, તેઓ ગુજરાતની શિક્ષણ પદ્ધતિ અને રાજ્ય દ્વારા લેવામાં આવી રહેલા શૈક્ષણિક સુધારણાના પગલાઓ તથા ખાસ કરીને કોવીડ દરમિયાન થયેલી કામગીરીથી ખૂબ પ્રભાવિત થયા છે.

ગુજરાતના આ મોડેલને સ્ટડી કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રદશત કરશે

ગુજરાતના આ મોડેલને સ્ટડી કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રદશત કરશે. આગામી સમયમાં વર્લ્ડ બેંક વિશ્વ કક્ષાની એક કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે. ત્યારે આ કોન્ફરન્સના વિશ્વભરમાથી આવનાર પ્રતિનિધિઓને તેઓ ગુજરાતની મુલાકાતે લાવશે. '


એઆઇઆઇબીના ડાયરેક્ટર જનરલ કીમ હુનએ જણાવ્યું હતું કે, 'તેઓ દ્વારા વિશ્વમાં સર્વપ્રથમ વખત શિક્ષણક્ષેત્રે ફન્ડિંગ આપવામાં આવી રહ્યું છે. અને આ ફંડ ગુજરાતની શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિઓ અને ક્ષમતા જોઈને આપવામાં આવી રહ્યુ છે. આગામી 5 થી 6 વર્ષમાં આ મશન સ્કુલ ઓફ એક્સલન્સ દ્વારા એક કરોડ જેટલા વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે.'




Join our Whatsapp Group  👉 Click Here
Join our Telegram Channel 👉 Click Here
Subscribe Our YouTube Channel 👉 Click Here

👉 WATCH YOJNA VIDEOS 

👉 DAILY CURRENT AFFAIRS IN GUJARATI 


STAY CONNECTED WITH US : 👇

www.computergujarat.blogspot.com