SBI ક્રેડિટકાર્ડ મોંઘા થશે: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા લોકો માટે આ મહિનો ખર્ચમાં વધારો કરનારો રહેશે. 1 ડિસેમ્બરથી, SBIના ક્રેડિટ કાર્ડથી EMI પર ખરીદી મોંઘી થવા જઈ રહી છે. હવે તમારે EMI વિકલ્પ હેઠળ ચુકવણી કરવા માટે દરેક ખરીદનાર પર અલગથી 99 રૂપિયાનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. SBI ક્રેડિટ કાર્ડથી EMI પર ખરીદી કરવી વધુ મોંઘી થશે. અત્યાર સુધી SBI કાર્ડ પર માત્ર વ્યાજ વસૂલવામાં આવતું હતું, પરંતુ હવે EMI પર ખરીદી કરવા માટે પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે અને તેની સીધી અસર SBI ક્રેડિટ કાર્ડ યુઝર્સના ખિસ્સા પર પડશે.
LPG ગેસ સિલિન્ડરના ભાવ: દર મહિનાની પહેલી તારીખે કોમર્શિયલ અને એલપીજી સિલિન્ડરની નવી કિંમતો જાહેર કરવામાં આવે છે. એલપીજીની કિંમતોની સમીક્ષા કર્યા બાદ કંપનીઓ મહિનાની શરૂઆતમાં તેમાં ફેરફાર કરે છે. સમીક્ષા પછી, સિલિન્ડરની કિંમતમાં વધારો અથવા ઘટાડો થવાની સંભાવના છે.
LIC હોમલોન હવે મોંઘી: જે લોકો LIC હાઉસિંગમાંથી હોમ લોન લઈને પોતાનું સપનું પૂરું કરવા માગે છે તેવા લોકો માટે 30 નવેમ્બર પછી ઘર મેળવવું મોંઘું થઈ જશે. મોટાભાગની બેંકોએ તહેવારોની સિઝનમાં હોમ લોન પર ઑફર આપી હતી. ઓફરમાં ઓછા વ્યાજ દરો અને શૂન્ય પ્રોસેસિંગ ફી જેવા લાભો શામેલ છે. પરંતુ ફાઇનાન્સ કંપની LIC હાઉસિંગ ફાઇનાન્સની ઓફર 30 નવેમ્બરે સમાપ્ત થઈ જશે.
હોમ લોનની વાત કરીએ તો ફેસ્ટિવ સિઝનમાં ઘણી બેંકો અને નાણાકીય સંસ્થાઓએ હોમ લોન ઓફર કરી છે. આ ઑફર્સ પરવડે તેવા વ્યાજ દરોથી લઈને પ્રોસેસિંગ ફી માફી સુધીની છે. જોકે, મોટાભાગની બેંક ઑફર્સ 31 ડિસેમ્બર, 2021 સુધી માન્ય છે. પરંતુ LIC હાઉસિંગ ફાઇનાન્સની ઑફર આ મહિને સમાપ્ત થાય છે. હકીકતમાં, કંપની ગ્રાહકોને રૂ. 30 નવેમ્બરના રોજ સમાપ્ત થતા રૂ. 2 કરોડ સુધીની લોન પર 6.66 ટકાના દરે હોમ લોન ઓફર કરવામાં આવે છે.
પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક: દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ગ્રાહકોને 31 માર્ચ, 2021 પહેલા તેમના પાન કાર્ડને આધાર સાથે લિંક કરવા માટે એક મહત્વપૂર્ણ નોટિસ જારી કરી છે. જો આ સમયમર્યાદામાં તમારું PAN કાર્ડ- આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો તો તમારે તેના માટે ભારે દંડ ચૂકવવો પડી શકે છે અને તેમની બેન્કિંગ સેવાઓ પણ બંધ થઈ જશે.
ગુજરાતમાં માવઠાની આગાહી: ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવવાની હવામાન વિભાગે આગાહી કરી છે . જેમાં શિયાળા દરમ્યાન કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ફરી એક વાર કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 30 નવેમ્બરની રાતથી 2 જી ડિસેમ્બર સુધી માવઠું પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સરકારી પેન્શનરો માટે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે. આ સમય મર્યાદામાં જીવન પ્રમાણપત્ર સબમિટ કરવામાં અસમર્થ સરકારી પેન્શનરો હવે પેન્શન મેળવશે નહીં. EPFO દ્વારા તાજેતરના ટ્વીટ મુજબ, સરકારી પેન્શનરો પાસે 30 નવેમ્બર સુધી જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાનો સમય છે, જે એક વર્ષ માટે માન્ય રહેશે. આ કામ ઘરે બેઠા ડીજીટલ રીતે કરી શકાય છે.
જે લોકો 30 નવેમ્બર સુધીમાં UAN-આધાર સાથે લિંક નહીં કરાવે તેમને ભારે નુકસાન થઈ શકે છે. EPFO એ એમ્પ્લોયી ડિપોઝિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ (EDLI) માટે UAN-આધાર લિંક કરવાનું પણ ફરજિયાત બનાવ્યું છે. આમ કરવામાં નિષ્ફળતાના પરિણામે કર્મચારીને પ્રીમિયમની ચૂકવણી નહીં થાય અને રૂ. 7 લાખ સુધીનું વીમા કવચ ખોવાઈ જશે.