Recent Posts

જાણો ગ્રામ પંચાયતની ચૂંટણી(ગુજરાત) - ૨૦૨૧ વિશે સંપુર્ણ વિગતે

   


પંચાયત માટે જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે પંચાયતની ચૂંટણીઓ કરવા માટે, રાજય ચૂંટણી પંચ જે જિલ્લામાં પંચાયત આવેલી હોય, તેની ચૂંટણી કરવા માટે, જિલ્લા કલેકટર જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે રહે છે. આ જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેકટરશ્રી રાજય ચૂંટણી પંચની દેખરેખ, માર્ગદર્શન અને નિયંત્રણને આધીન રહીને પંચાયતોની ચૂંટણી માટેની સંપૂર્ણ કામગીરી સંભાળે છે.

રાજય ચૂંટણી પંચ પંચાયતોની ચૂંટણી કરવા માટે થયેલ જોગવાઈઓને આધીન રહીને પોતે જરૂરી ગણે તેટલા ચૂંટણી અધિકારી(આર.ઓ.)ઓની અને મદદનીશ ચૂંટણી અધિકારી(એ.આર.ઓ.)ઓની નિમણૂંક કરે છે. આ નીમાયેલ ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેકટરશ્રીનાં સામાન્ય માર્ગદર્શન અને દેખરેખ હેઠળ જે-તે ચૂંટણીઓ સંલગ્નેની કામગીરી સંભાળે છે.


રાજય ચૂંટણી પંચ, ચૂંટણીનાં ઈરાદાની પંચાયતો માટેના(ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો-૧૯૯૪ ના નિયમ-૯)ને આધીન રહીને તે મુજબના જાહેરનામાઓની પ્રસિઘ્ધિ/ચૂંટણીની નોટિસ પ્રસિઘ્ધ કરે છે. તે નોટિસમાં ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લીમ તારીખ, ઉમેદવારીપત્રોની ચકાસણી માટેની તારીખ, ઉમેદવારી પાછી ખેંચી લેવાની તારીખ, ચૂંટણીની/મતદાનની તારીખ વગેરે જણાવે છે. 

સામાન્‍યતઃ મતગણતરી, ચૂંટણી અધિકારી, મતદાન માટેની તારીખથી ઓછામાં ઓછા એક અઠવાડિયા અગાઉ મતગણતરી કરવાનું સ્‍થળ, તારીખ અને સમય નકકી કરશે.
ગ્રામ પંચાયત માટે, વોર્ડ સીમાંકન, બેઠક ફાળવણી અધિકારો, જિલ્‍લા ચૂંટણી અધિકારી-વ-કલેકટરશ્રીને પંચે સુપ્રત કરેલ છે. ગ્રામ પંચાયતના ચૂંટણીલક્ષી જરૂરી તમામ સંચાલન જિલ્‍લા ચૂંટણી અધિકારી-વ-કલેકટરશ્રી કરે છે. ચૂંટણીલક્ષી કાર્યક્રમ વખતોવખત રાજય ચૂંટણી પંચ બહાર પાડે છે.



સરપંચ એટલે પંચાયતી રાજની રાજકીય પ્રથા હેઠળ ગ્રામ્યસ્તરે કામ કરતી વહીવટી સંસ્થા એટલે કે ગ્રામ પંચાયતનો ચુંટાયેલો નેતા. આ પ્રકારની રાજકીય પ્રથા ભારતના પાડોશી દેશ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ અમલી છે. આ વ્યવસ્થામાં સરપંચ ગ્રામ પંચાયતના ચુંટાયેલા નેતા તરીકે પાંચ વર્ષ સુધી અન્ય ચુંટાયેલા સભ્યો સાથે મળીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી ગ્રામોત્કર્ષની યોજનાઓ લાગુ કરવા અંગે મહત્વના નિર્ણયો લેવાની સત્તા ધરાવે છે.

ભારતના કેટલાક રાજ્યો જેવા કે બિહારમાં સરપંચને ફોજદારી અને દિવાની કાયદાઓનો ન્યાય અને આ કાયદાઓના ભંગ પર દંડ આપવાની પણ સત્તા ધરાવે છે.



👆ઉપરોક્ત માહિતી વિગતે વાંચવા માટે 👉 અહીંંયા ક્લિક કરો



👆ઉપરોક્ત માહિતી વિગતે વાંચવા માટે 👉 અહીંંયા ક્લિક કરો


રાજયની જિલ્લા / તાલુકા / ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ માટેનું ઉમેદવારી પત્ર માટે 👉 અહીંયા ક્લિક કરો 


ગ્રામ પંચાયત ચૂંટણી ૨૦૨૧ આદર્શ આચારસંહિતા માટે  👉 અહીંયા ક્લિક કરો 


ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીની હેન્ડબુક (મુદ્રણ વર્ષ:૨૦૧૭)  માટે  👉 અહીંયા ક્લિક કરો 


વીજાણુ મતદાન યંત્ર દ્વારા યોજાતી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન મથકના પ્રમુખઅધિકારીઓ માટેની માર્ગદર્શિકા (મુદ્રણ વર્ષ:૨૦૧૭માટે  👉 અહીંયા ક્લિક કરો 


Join our Whatsapp Group  👉 Click Here
Join our Telegram Channel 👉 Click Here
Subscribe Our YouTube Channel 👉 Click Here

👉 WATCH YOJNA VIDEOS 

👉 DAILY CURRENT AFFAIRS IN GUJARATI 


STAY CONNECTED WITH US : 👇

www.computergujarat.blogspot.com