Recent Posts

ગુજરાતના ખેડૂતો માટે મોટી જાહેરાત, 9 જિલ્લાના 5 લાખ ખેડૂતોને હેક્ટર દીઠ 6800 રૂ. અપાશે સહાય

અતિવૃષ્ટિના નુકસાન બાદ બાકી રહેલા જિલ્લાઓ  માટે ગુજરાત સરકારે ખેડૂત રાહત પેકેજ 2 જાહેર કર્યું, 531 કરોડની સહાય ચૂકવાશે



  • અતિવૃષ્ટિ મુદ્દે સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીનુ નિવેદન
  • 9 જિલ્લાના 37 તાલુકા 1530 ગામના ખેડૂતોને વળતર
  • 5 લાખ ખેડૂતોને વળતર અપાશે

અતિવૃષ્ટિથી પાક નુકસાની મામલે સરકારનો મોટો નિર્ણય લીધો છે. વધુ 9 જિલ્લાઓમાં પાક નુકસાન મુદ્દે સહાય કરવા સરકારે મન બનાવ્યુ છે. આજે મળેલી બેઠક બાદ સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આ અંગે જાહેરાત કરતાં કહ્યું હતું કે સરકારે બાકી રહેલા જિલ્લાએ માટે 531 કરોડનું ખેડૂત સહાય પેકેજ જાહેર કર્યું છે. જેમાં હેકટર દીઠ 6800 રૂપિયા  ખેડૂતોને આપવામાં આવશે.અડધા હેકટર માટે 4000 સહાય આપવામાં આવશે જ્યારે મહત્તમ બે હેકટર માટે સહાયનું ચૂકવાનું કરવામાં આવશે.આ માટે 6 ડિસેમ્બરથી આઈ પોર્ટલ પર અરજી લેવાશે જે 24 ડિસેમ્બર સુધી અરજી સ્વીકારવામાં આવશે. પછી ખરાઈ કરી ખેડૂતોને મળવા પાત્ર સહાય સીધી બેન્ક એકાઉન્ટમાં આપવામાં આવશે.

કયા કયા જિલ્લાઓ માટે સહાયની જાહેરાત
જીતુ વાઘાણીએ 5 લાખ ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરતાં કહ્યું હતું કે 9 જિલ્લા 37 તાલુકાને સહાય મળવા પાત્ર થશે. જેમાં અમદાવાદ, બોટાદ, જુનાગઢ, ભાવનગર, છોટાઉદેપુર, પંચમહાલ, અમરેલી, ભરૂચ, વડોદરાના ખેડૂતોને સરકાર સહાય આપશે. 1530 ગામના ખેડૂતોને સીધો લાભ મળશે. જ્યારે કુલ 7.65 લાખ હેક્ટર જમીન માટે આ સહાયની ફાળવણી કરવા આવી હોવાની માહિતી પણ વાઘાણીએ આપી હતી.

અત્યાર સુધી કેટલા જિલ્લા માટે થઈ વળતરની જાહેરાત

  • જામનગર
  • અમદાવાદ
  • છોટા ઉદેપુર
  • રાજકોટ
  • બોટાદ
  • ભરૂચ
  • જૂનાગઢ
  • અમરેલી
  • પંચમહાલ
  • પોરબંદર
  • ભાવનગર
  • વડોદરા

ખેડૂત સહાય પેકેજ 2ની જાહેરાત

  • 9 જિલ્લાના 37 તાલુકા 1530 ગામના ખેડૂતોને વળતર
  • 5 લાખ ખેડૂતોને વળતર અપાશે
  • 7.65 લાખ હેકટર વિસ્તરમાં પાક નુકસાનનુ વળતર
  • 531 કરોડનું સહાય પેકેજ નક્કી કર્યું છે
  • હેકટર દીઠ 6800 રૂપિયા આપવામાં આવશે
  • મહત્તમ બે હેકટર દીઠ સહાય ચૂકવાશે
  • અડધા હેક્ટર માટે 4000 સહાય આપવામાં આવશે
  • 6 ડિસેમ્બરથી આઈ પોર્ટલ પર અરજી લેવામાં આવશે
  • 24 ડિસેમ્બર સુધી અરજી લેવામાં આવશે
  • અમદાવાદ, બોટાદ, અમરેલી જિલ્લામાં સહાય ચૂકવાશે
  • ભાવનગર, જૂનાગઢ, છોટા ઉદેપુર જિલ્લામાં સહાય ચૂકવાશે
  • ભરૂચ, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં સહાય ચૂકવાશે


Join our Whatsapp Group  👉 Click Here
Join our Telegram Channel 👉 Click Here
Subscribe Our YouTube Channel 👉 Click Here

👉 WATCH YOJNA VIDEOS 

👉 DAILY CURRENT AFFAIRS IN GUJARATI 


STAY CONNECTED WITH US : 👇

www.computergujarat.blogspot.com