Recent Posts

ઈ-શ્રમ પોર્ટલ યોજના

ઈ-શ્રમ પોર્ટલ



ઈ-શ્રમ પોર્ટલનો ઉદ્દેશ્ય

ઈ-શ્રમ પોર્ટલ નો મુખ્ય ઉદ્દેશ્ય અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો જેવા કે  પ્રવાસી શ્રમિક, નિર્માણ શ્રમિક, ઘરકામના શ્રમિક, કૃષિક્ષેત્રે જોડાયેલ શ્રમિકોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. E Sharam Card ના આધારે શ્રમિકોને સરકારી યોજનાઓનો લાભ એકસૂત્રતામાં આપી શકાય. આ પોર્ટલ પર નોંધાયેલ શ્રમિકો પોતાના કૌશલ્યના આધારે નોકરી મેળવી શકશે.

Important Point of E-Shram Portal

પોર્ટલનું નામE Shram Portal
કોને બનાવેલ છે.ભારત સરકાર (શ્રમ અને રોજગાર વિભાગ)
લાભાર્થીઓદેશના અસંગઠિત ક્ષેત્રના કામદારો
ઉદ્દેશ્યશ્રમિકોના ડેટાબેઝ તૈયાર કરવો,
જેથી એમને વિવિધ યોજનાઓનો લાભ આપી શકાય
Official WebsiteClick Here
CSC LocatorClick Here
E Shram Self RegistrationApply Now


E Sharam Card રજીસ્ટ્રેશન કરાવતા પહેલાં ધ્યાન રાખવું.

ઈ શ્રમિક કાર્ડ કઢાવતાં પહેલા લાભાર્થીઓ નીચે મુજબની બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે.

  • અરજદાર લાભાર્થી Income Tex ન ભરતો હોવો જોઈએ.
  • શ્રમિકની ઉંમર 16 વર્ષ કરતાં વધારે અને 59 વર્ષ કરતા ઓછી હોવી જોઈએ.
  • શ્રમિક EPFO/ESIC નો સભ્ય ન હોવો જોઈએ.


E Shram Portal ની વિશેષતાઓ

  • ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઈ-શ્રમ પોર્ટલ લોંચ કરવામાં આવેલ છે.
  • e Shram Portal દ્વારા 38 કરોડથી વધુ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે.

  • CSC (Common Service Center ) દ્વારા  આ ડેટાબેઝ તૈયાર કરવામાં સહયોગ આપશે.
  • શ્રમિકોનો ડેટાબેઝ આધારકાર્ડ સાથે જોડવામાં આવશે.
    • આ પોર્ટલ દ્વારા શ્રમિકોના નામ, સરનામું, શૈક્ષણિક લાયકાત, કૌશલ્યનો પ્રકાર તથા તેના પરિવારની માહિતી ભરવાની રહેશે.
    • આ પોર્ટલ દ્વારા રજીસ્ટેશન કરાવનાર શ્રમિકોને ઘણી બધી સરકારી યોજનાનો લાભ આપવામાં આવશે.
    • ઇ શ્રમ પોર્ટલ દ્વારા શ્રમિકોને 12 આંકડાનો કાર્ડ આપવામાં આવશે, જે દેશના દરેક રાજ્યમાં માન્‍ય રહેશે.
    • E-Shram Portal પર નોંધાયેલ શ્રમિકોના વ્યવસાય, કૌશલ્ય અને આવડતના આધારે રોજગાર આપવામાં પૂરી મદદ કરવામાં આવશે.
    • e shram portal પર નોંધાયેલા ડેટાબેઝના આધારે સરકાર શ્રમિકોના હિતને ધ્યાને લઈને નવીન અને લાભકારી યોજના બનાવી શકશે.

    ઈ શ્રમ કાર્ડની અગત્યની માહિતી

    ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ શ્રમિક પોર્ટલ ખૂબ જ મહત્વનું છે. આ પોર્ટલ શ્રમિકોના ઉત્થાન માટે બહુ યોગદાન આપશે. E Shram Portal ની અગત્યની બાબતો નીચે મુજબ છે.

    • E Shram Card બનાવવાની કામગીરી 26 ઓગસ્ટ 2021 ના રોજ ભારત સરકારના Ministry Of Labour And Employment દ્વારા લોંચ કરવામાં આવેલ હતું.
    • આ કાર્ડ દેશના કોઈપણ રાજ્યના નાગરિક બનાવી શકે છે.
    • ઈ શ્રમ કાર્ડ દ્વારા શ્રમિકો વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવી શકશે.
    • અસંગઠિત ક્ષેત્ર તમામ કામદારો ઈ શ્રમ કાર્ડ બનાવી શકશે.
    • શ્રમિકોએ આ કાર્ડ બનાવવા માટે ઈ શ્રમ કાર્ડની ઓફિશીયલ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
    • દરેક શ્રમિકોને એક કાર્ડ આપવામાં આવશે. જેમાં યુનિક આઈડેટિફિકેશન નંબર હશે.
    • ઈ શ્રમિક કાર્ડ બનાવવાથી પીએમ સુરક્ષા વીમા યોજનાનો લાભ પણ મળવાપાત્ર થશે. જેના અંતર્ગત 2.00 લાખ સુધી દુર્ઘટના વીમો આપવામાં આવશે. જો આ કાર્ડ હશે તો વીમાનું પ્રીમિયમની રકમ સરકાર દ્વારા ભરવામાં આવશે.

    E Shram Card ના લાભાર્થીઓની યાદી

    ઇ-શ્રમ કાર્ડ હેઠળ દેશના અસંગઠિત ક્ષેત્રના કામદારોને આ કાર્ડ આપવામાં આવશે. જે કામદારોનું Income Tax કપાતો ન હોય તેમજ શ્રમિક EPFO નો સભ્ય ન હોય તેમને લાભ મળશે. અસંગઠિત ક્ષેત્રના કામદારોની યાદી નીચે મુજબ છે.

    • ખેતશ્રમિક
    • કડીયાકામ, ઈંટો ગોઠવી
    • સુથાર, મિસ્ત્રી
    • લાકડું અથવા પથ્થર બાંધનાર કે ઊંચકનાર
    • આંગણવાડી કાર્યકર
    • વાયરમેન
    • વેલ્ડર
    • ઇલેક્ટ્રિશિયન
    • પ્લમ્બર
    • હમાલ
    • મોચી
    • દરજી
    • માળી
    • બીડી કામદારો
    • ફેરીયા
    • રસોઈયા
    • અગરિયા
    •  ક્લીનર- ડ્રાઇવર
    • ગૃહ ઉદ્યોગ
    •  લુહાર
    • વાળંદ
    • બ્યુટી પાર્લર વર્કર
    • આશા વર્કર
    • કુંભાર
    • કર્મકાંડ કરનાર
    • માછીમાર
    • કલરકામ
    • આગરીયા સફાઈ
    • કુલીઓ
    • માનદવેતન મેળવનાર
    • રિક્ષા ચાલક
    • પાથરણાવાળા
    • રોડ પર નાસ્તાની દુકાન ચલાવનાર
    • ઘરેલું કામદારો અથવા કામ કરતા ભાઈઓ-બહેનો
    • રત્ન કલાકારો
    • ઈંટો કામ કરનાર
    • રસોઈ કરનાર
    • જમીન વગરના
રજિસ્ટ્રેશન છે ફ્રી
ઈ કાર્ડ માટે 16થી 59 વર્ષનો કોઈપણ શખસ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. રજિસ્ટ્રેશન ઈ-શ્રમ પોર્ટલ https://eshram.gov.in/ દ્વારા કારીગર પોતે કે પછી કોમન સર્વિસ સેન્ટર (સીએસસી) પર જઈને કરાવી શકે છે. રજિસ્ટ્રેશન તદ્દન ફ્રી છે. કારીગરોએ તેના માટે કોઈ ચૂકવણી કરવાની નથી.

કયા દસ્તાવેજ જરૂરી
પોર્ટલ પર રજિસ્ટ્રેશન માટે વર્કર્સએ નામ, વ્યવસાય, સરનામું, શૈક્ષણિક યોગ્યતા, સ્કિલ જેવી જાણકારી આપવાની રહેશે. રજિસ્ટ્રેશન માટે આધાર નંબર નાખતા જ ત્યાંના ડેટા બેઝ સાથે કારીગરની બધી માહિતી જાતે જ પોર્ટલમાં જોવા મળશે. વ્યક્તિએ બાકીની જરૂરી જાણકારીઓ ભરવાની રહેશે. કારીગર દ્વારા ઈ-શ્રમ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવા માટે આધારનો નંબર, આધાર સાથે લિંક મોબાઈલ નંબર, બેંક ખાતાની જરૂર પડશે. જો કોઈની પાસે આધારથી લિંક મોબાઈલ નંબર નથી તો, તે નજીકના સીએસસી પર જઈ શકે છે અને બાયોમેટ્રિક માધ્યમથી રજિસ્ટ્રેશન કરી શકે છે.


Stay Connected with us :