Recent Posts

DAમાં ત્રણ ટકાના વધારાનો - હવે મોંઘવારી ભથ્થા 31 ટકા હશે

કેન્દ્રીય કર્મચારીઓને સરકારની દિવાળી ભેટ

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે આજે મોટો નિર્ણય લેવાયો
કર્મચારીઓને દિવાળીની ગિફ્ટ તરીકે મોંઘવારી ભથ્થાને વધારવાનો નિર્ણય
મોંઘવારી ભથ્થાને ત્રણ ટકા વધારવાની મંજૂરી આપી દીધી
 

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે આજે મોટો નિર્ણય લેવાયો છે. તેમના માટે દિવાળીની ગિફ્ટ તરીકે મોંઘવારી ભથ્થાને વધારવાનો નિર્ણય કરાયો છે. કેબિનેટ મીટિંગમાં આજે કેન્દ્ર સરકારના કર્મચારીઓને અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થાને ત્રણ ટકા વધારવાની મંજૂરી આપી દીધી છે.

DAમાં ત્રણ ટકાના વધારાનો મતલબ એ છે કે હવે મોંઘવારી ભથ્થા 31 ટકા હશે. આ વધારાનો સીધો ફાયદો 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને મળશે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે જુલાઇમાં જ સરકારે મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કરીને તેને 28 ટકા કર્યો હતો. આની પહેલાં DAની ચૂકવણી 17%ના દરેથી થઇ રહી હતી.

કેમ વધારો થયો?

વાત એમ છે કે અસલમાં લેબર મિનિસ્ટ્રી AICPI (All India Consumer Price Index)એ છેલ્લાં ત્રણ મહિનાના આંકડા રજૂ કર્યા હતા. તેમાં જૂન, જુલાઇ અને ઑગસ્ટના નંબર સામેલ હતા. AICPI ઇન્ડેક્સ ઑગસ્ટમાં 123 અંક પર પહોંચ્યો છે. તેનાથી જ સંકેત મળી ગયા છે કે મોંઘવારી ભથ્થામાં સરકાર વધુ આગળ વધી શકે છે. તેના આધાર પર જ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા નક્કી થાય છે.

વધારાની અસર બીજા ભથ્થા પર પણ થશે

મોંઘવારી ભથ્થા વધતા બીજા એલાઉન્સમાં પણ વધારો થશે. તેમાં ટ્રાવેલ એલાઉન્સ, સિટી એલાઉન્સ સામેલ છે. તો રિટાયરમેન્ટ માટે પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુટીમાં પણ વધારો થશે.