Recent Posts

શરદ પૂર્ણિમા

શરદ પૂર્ણિમાનું મહત્વ

મા લક્ષ્મીનો જન્મ શરદ પૂર્ણિમાના દિવસે થયો હતો. આ દિવસે વ્રત કરવાથી બધા મનોરથ પૂર્ણ થાય છે.  જો કુંવારી કન્યાઓ આ વ્રત કરે છે તો તેમને યોગ્ય અને ઉત્તમ વરની પ્રાપ્તિ થાય છે.  હિન્દુ પંચાગ મુજબ અશ્વિન મહિનાના શુક્લપક્ષની પૂર્ણિમાને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે.   શરદ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા, રાસ પૂર્ણિમા, કૌમૂદી વ્રતના નામથી પણ ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તેનુ ખાસ મહત્વ છે.  કહેવાય છે કે આ દિવસે ચંદ્રમાની કિરણોમાંથી અમૃત વરસે છે.  પૌરાણિક માન્યતાઓ મુજબ માં લક્ષ્મીનો જન્મ આ દિવસે થયો હતો.  સાથે જ ભગવાન કૃષ્ણએ ગોપીઓ સંગ વૃંદાવનના નિધિવનમા આ દિવસે રાસ રચાવ્યો હતો. 

ધાર્મિક માન્યતાઓ મુજબ શરદ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુના ચાર મહિનાના શયનકાળનુ અંતિમ ચરણ હોય છે. માનવામાં આવે છે કે આ દિવસે ચાંદ પોતાની 16 કલાઓથી પૂર્ણ થઈને રાતભર પોતાના કિરણોમાંથી અમૃતની વર્ષા કરે છે. 

શરદ પૂર્ણિમાનું મહત્વ - 

શરદ પૂર્ણિમાનો રાસ પૂર્ણિમા, કોજાગિરી પૂર્ણિમા અથવા કૌમુદી વ્રત પણ કહેવાય છે. એવી માન્યતા છે કે આ દિવસે ચંદ્રમા પોતાની તમામ 16 કળાઓથી પરિપૂર્ણ થાય છે અને પૃથ્વી પર અમૃતની વર્ષા કરે છે. આ રાતે ચંદ્રમાની કિરણો પવિત્ર અમૃત સમાન થઈ જાય છે. ચાંદાના ચમકતા કિરણો જ્યારે વૃક્ષો અને ધરતીના એક એક કણ પર પડે છે ત્યારે તેમાં પણ શુભતાનો સંચાર થઈ જાય છે.
 
એવી માન્યતા છે કે આ વ્રત કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને વ્યક્તિના બધા દુ:ખ દૂર થાય છે. કારણ કે તેને કૌમૂદી વ્રત પણ કહે છે. અને એવી માન્યતા છે કે આ દિવસે જે વિવાહિત સ્ત્રીઓ વ્રત કરે છે તેમને સંતાનની પ્રાપ્તિ થાય છે.  જે માતાઓ પોતાના બાળકો માટે વ્રત કરે છે તેમના સંતાનની આયુ લાંબી થાય છે. 

જો કુંવારી કન્યાઓ આ વ્રત કરે તો તેમને યોગ્ય અને ઉત્તમ વરની પ્રાપ્તિ થાય છે.  શરદ પૂર્ણિમાના દિવસે ચાંદ કોઈપણ દિવસના મુકાબલે સૌથી ચમકીલો હોય છે.  એવી માન્યતા છે કે આ દિવસે આકાશમાંથી અમૃત વરસે છે. ચંદ્રમાની કિરણોમાં આ દિવસે ઘણુ તેજ હોય છે.  જેનાથી તમારી આધ્યાત્મિક, શારીરિક શક્તિઓનો વિકાસ થાય છે.  સાથે જ આ કિરણોમાં આ દિવસે અસાધ્ય રોગોને દૂર કરવાની ક્ષમતા હોય છે. 
પૂર્ણિમાની ખીર છે આરોગ્ય માટે અમૃત 
 
આપણા ગ્રંથોમાં શરદ પૂર્ણિમાની ખીરને આરોગ્ય માટે અમૃત સમાન માનવામાં આવે છે. આ શરદ પૂર્ણિમાના દિવસે તમે પણ ખીરનુ સેવન કરો અને સ્વસ્થ રહો. 
 
શરદ પૂર્ણિમાની રાત્રે કરો આ કામ જીવનમાં શુભ સમય  આવશે 
 
શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રમા પૃથ્વીના સૌથી નિકટ હોય છે. તેથી તેની કિરણો ખૂબ જ પ્રખર અને ચમકીલી હોય છે.  તેને ધરતીના લોકો માટે અનેક રીતે પ્રભાવકારી અને લાભદાયક માનવામાં આવે છે. 

શરદ પૂર્ણિમાના દિવસે વ્રત કરવા ઉપરાંત  મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. મા લક્ષ્મીને લાલ રંગના કપડા પર આસન આપવુ જોઈએ.  પછી ધૂપ બત્તી અને કપૂરથી તેમની પૂજા કરવી જોઈએ. સાથે જ ત્યારબાદ તમે સંકલ્પ લો. પછી લક્ષ્મી ચાલીસા અને માં લક્ષ્મીના મંત્રોનો જાપ કરો. પછી માં લક્ષ્મીની આરતી કરો. 
 
માન્યતાઓ મુજબ આ દિવસે બ્રાહ્મણોને ખીરનુ ભોજન કરાવવુ જોઈએ. જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. સાથે જ બ્રાહ્મણોને પોતાના સામર્થ્ય મુજબ દક્ષિણા પણ આપવી જોઈએ. શરદ પૂર્ણિમા પર જાગરણ કરવુ તમારા જીવન માટે એકદમ શુભ હોય છે. 

વર્ષભરમાં આવતી દરેક પૂર્ણિમાનું મહત્વ અલગ અલગ હોય છે. પરંતુ શરદ પૂર્ણિમા બાકી બધાથી બહુ ખાસ હોય છે. શાસ્ત્રો મુજબ આ દિવસ સામાન્ય લોકો માટે લાભકારી અને ગુણકારી હોય છે. હિન્દુ કેલેન્ડર પ્રમાણે વિક્રમ સંવતના આસો સુદ પુનમને શરદ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે.

આ દિવસે ચંદ્ર પુર્ણકળાએ ખીલેલ હોય છે. જે એક માણવાલાયક સુંદર ક્ષણ હોય છે. આ દિવસે અનેક જગ્યાઓએ શરદોત્સવ મનાવવામાં આવે છે. જેમાં ચોખાના પૌવા, સાકરને દૂધ સાથે આરોગવાનો રીવાજ છે. તેમ જ ચંદ્રના અજવાળામાં મોડી રાત સુધી રાસ લેવામાં આવે છે. એવી માન્યતા છે કે, શરદ પૂર્ણિમાની રાતે ચંદ્રમાના કિરણોથી અમૃત વર્ષા થાય છે. આ વર્ષે શરદ પૂર્ણિમાની તિથિ અને તેનું મહત્વ શું છે તે શાસ્ત્રીજી નયનભાઈ જોશી પાસેથી વિગતવાર જાણીએ.


શરદ પૂર્ણિમાના દિવસે લક્ષ્મી પૂજા - શરદ પૂર્ણિમાની તિથિની સાથે લક્ષ્મી પૂજા સાથે જોડાયેલી માન્યતા પણ છે. એવું કહેવાય છે કે શરદ પૂર્ણિમાની રાતે માતા લક્ષ્મી સ્વર્ગલોકથી પૃથ્વી પર આવે છે. તેઓ ઘરે ઘરે જઈ સૌને વરદાન આપે છે પરંતુ જો લોકો દરવાજા બંધ કરીને ઊંઘે છે, તો તેમના દ્વારથી તેઓ પાછા ફરી જાય છે. આ દિવસે લક્ષ્મીજીની પૂજા કરતા વ્યક્તિને વ્યાજમાંથી મૂક્તિ મળે છે.

શરદ પૂર્ણિમાનો ખીર સાથે સંબંધ - શરદ પૂર્ણિમાની સાંજે ખીર બનાવવાની પરંપરા છે. ખીર તૈયાર કરી ખુલ્લા આકાશ નીચે રાખી દેવામાં આવે છે અને લોકોની આસ્થા છે કે રાતે ચંદ્રમાથી વરસતા અમૃત ખીરને પણ પાવન કરી દે છે. માન્યતા છે કે આ ખીરના સેવનથી વ્યક્તિ રોગ મુક્ત થાય છે અને તેનું આયુષ્ય લાંબુ થઈ જાય છે. આ પ્રસાદ સ્વાસ્થ્યની સાથે માનસિક રૂપે પણ મજબૂતી આપે છે.