Recent Posts

૮ હજારથી વધુ બસના પૈડા થંભી જશે : લાખો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે

 ST ના ૩૫ હજારથી વધુ કર્મચારીઓની ગુરુવારથી હડતાળ -પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા -૮ હજારથી વધુ બસના પૈડા થંભી જશે : લાખો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે


  • પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા
  • ૮ હજારથી વધુ બસના પૈડા થંભી જશે : લાખો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે

ગુજરાત એસટી નિગમના ૩૫ હજાર જેટલા કર્મચારીઓ વિવિધ પડતર માગણીઓ સાથે ૨૦ ઓક્ટોબર મધરાતથી એટલે કે ૨૧મીથી હડતાળ ઉપર ઉતરશે. જેના પગલે આવતીકાલથી અનિશ્ચિત મુદ્દત માટે એસટીની ૮ હજાર બસના પૈડા થંભી જશે.

આવતીકાલે મધરાતથી ડ્રાઇવર, કન્ડક્ટર સહિતના કર્મચારીઓ એક સાથે માસ સી.એલ. ઉતરી જશે. એકસાથે તમામ કર્મચારીઓ દ્વારા માસ સી.એલ. મૂકવામાં આવી છે. ફિક્સ પગારદાર કર્મચારીઓના પગાર વધારા અને એસ.ટી.ના તમામ કર્મચારીઓને કોરોના વોરિયર્સ જાહેર કરવાની માગ સાથે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. એસટીના કર્મચારીઓએ ૭ ઓક્ટોબરથી માસ સી.એલ. પર જવાનું અલ્ટિમેટમ આપ્યું હતું.

પરંતુ રાજ્યના પરિવહન મંત્રીએ માગણીઓના સમાધાન માટે ૧૦ દિવસમનો સમય માગતાં કર્મચારી સંગઠનોએ ૨૦ ઓક્ટોબર સુધીનો સમય આપ્યો હતો. આમ છતાં સરકાર તરફથી કોઇ હકારાત્મક પ્રતિસાદ નહીં મળતાં તમામ કર્મચારીઓએ ૨૧ ઓક્ટોબરથી માસ સી.એલ. પર જવાનો નિર્ણય લીધો છે. કોઇ નિરાકરણ નહીં લાવવામાં આવે તો ગુરુવારથી એસ.ટી.ની ૮ હજાર જેટલી બસના પૈડા થંભી જશે અને સેંકડો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે.