Recent Posts

નવેમ્બરમાં નવ મોટા ફેરફારો

30 નવેમ્બર છેલ્લી તારીખ: 


પેન્શનરોએ પેન્શન ચાલુ રાખવા બેંક, પોસ્ટ ઓફિસ અથવા નાણાકીય સંસ્થામાં દર વર્ષે જીવન પ્રમાણપત્ર રજૂ કરાવવાનું હોય છે. આ વખતે જીવનપ્રમાણ પત્ર રજૂ કરાવવાનો સમય 1 ઓક્ટોબર 2021 થી 30 નવેમ્બર 2021 રાખવામાં આવ્યો છે.

ભાવ બદલાશે: 


એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત દર મહિનાની પહેલી તારીખે અપડેટ કરવામાં આવે છે. ત્યારે LPGના વેચાણમાં થયેલા નુકસાનને કારણે નવેમ્બર મહિનામાં ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થાય તેવી પૂરી શક્યતાઓ છે.

પેન્શનરો માટે SBIની ખાસ સુવિધા: 


SBI એ 1લી નવેમ્બર 2021થી પેન્શનરો માટે નવી સુવિધા શરૂ કરી રહી છે. આ અંતર્ગત બેંકમાં પેન્શન ખાતા ધારકો ઘરે બેઠા વીડિયો કોલ દ્વારા પોતાનું જીવન પ્રમાણપત્ર (લાઈફ સર્ટિફિકેટ) જમા કરાવી શકે છે. SBIએ આ નવી સુવિધાને વિડિયો લાઈફ સર્ટિફિકેટ સર્વિસ નામ આપ્યું છે.

નવેમ્બર અનાજ વિતરણ: 


રાજ્ય સરકાર દ્વારા દિવાળીના તહેવારને ઘ્યાનમાં રાખીને રાશન કાર્ડ ધારકોને આવતી 1 નવેમ્બરથી ઘઉં, ચોખા, તુવેર દાળ અને કપાસિયા તેલનુ વિતરણ કરવામાં આવશે. આ વખતે રેશન કાર્ડ ધારકોને 1 કિલો વધારાની ખાંડ પણ આપવામાં આવશે. જેમાં રાજ્ય સરકારનું નિયમિત અનાજ ઉપરાંત પ્રધાનમંત્રી અન્ન યોજનાનું મફત અનાજ પણ આપવામાં આવનાર છે.

બેંકોના નિયમોમાં ફેરફાર:


 1 નવેમ્બરથી બેંકોને પૈસા જમા કરાવવા અને ઉપાડવા માટે ચાર્જ આપવો પડશે. બેંક ઓફ બરોડા (BoB) એ તેની શરૂઆત કરી છે. ખાતાધારકો માટે ત્રણ વખત સુધીની થાપણો જમા કરવવી નિઃશુલ્ક રહશે પરંતુ જો ગ્રાહકો ચોથી વખત નાણાં જમા કરાવે છે તો તેમણે રૂ.40 ચૂકવવા પડશે. બીજી તરફ જનધન ખાતાધારકોને આમાં થોડી રાહત મળી છે. તેઓએ જમા કરાવવા પર કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં પરંતુ ઉપાડ પર 100 રૂપિયા ચાર્જ લાગશે.

ગેસ સિલિન્ડર ડિલિવરી પ્રક્રિયા ફેરફાર: 


1 નવેમ્બરથી એલપીજી સિલિન્ડરની ડિલિવરીની સમગ્ર પ્રક્રિયા બદલાવા જઈ રહી છે. ગેસ બુકિંગ બાદ ગ્રાહકના મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. જ્યારે સિલિન્ડર ડિલિવરી માટે આવે ત્યારે તમારે આ OTP ડિલિવરી બોય સાથે શેર કરવાનો રહેશે. એકવાર આ કોડ સિસ્ટમ સાથે મેચ થઈ જાય પછીજ ગ્રાહકને સિલિન્ડરની ડિલિવરી પ્રાપ્ત થશે.

મતદારયાદી સુધારા: 


રાજ્યમાં આગામી 1લી નવેમ્બરથી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની શરૂઆત થવાની છે. તા.01/11/2021 થી તા.30/11/2021 સુધીના સમયગાળા દરમિયાન મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા, નામ રદ કરવા, નામ કે અન્ય વિગતો સુધારવા માટે સંબંધિત નિયત નમુનાના ફોર્મ ભરી જરૂરી આધાર પુરાવાઓ સાથે રહેઠાણ વિસ્તારના મતદાર નોંધણી અધિકારી અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી કે પછી બુથ લેવલ ઓફિસરોને હકક દાવાઓ રજુ કરી શકશે.

ટ્રેનોનું ટાઈમ ટેબલ બદલાશે: 


ભારતીય રેલ્વે દેશભરની ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવા જઈ રહી છે. જે મુજબ 1 નવેમ્બરથી ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર થવાના છે. જે પછી 13 હજાર મુસાફરો ટ્રેનોના સમય અને 7 હજાર માલગાડીના સમયમાં ફેરફાર કરશે. દેશમાં દોડતી લગભગ 30 રાજધાની ટ્રેનોના સમયમાં પણ 1 નવેમ્બરથી ફેરફાર થશે.

ફોનમાં Whatsapp બંધ થઈ જશે: 


1 નવેમ્બરથી Facebookનું માલિકીનું આ પ્લેટફોર્મ Android 4.0.3 Ice Cream Sandwich, iOS 9 અને KaiOS 2.5.0 ને સપોર્ટ કરશે નહીં. 1 નવેમ્બરથી, WhatsApp કેટલાક iPhones અને Android ફોન્સ પર 1 નવેમ્બરથી કામ કરવાનું બંધ કરી દેશે.