Recent Posts

જાણો સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્ક(Elon Musk) વિશે

એલોન મસ્ક(Elon Musk) વિશે 


એલોન મસ્ક (Elon Musk)નું પૂરું નામ “એલોન રિવ મસ્ક” છે અને તેમનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. તેઓ આજની તારીખમાં દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓની લિસ્ટમાં છે. એલોન મસ્ક એક સફળ બિઝનેસ મેન, ઇન્વેસ્ટર (રોકાણ કાર), એંજિનિયર અને ઇન્ડસ્ટ્રીયલ ડિજાઇનર પણ છે.

એલોન મસ્ક Spacex કંપનીના સ્થાપક, CEO, CTO અને ચિફ ડિજાઇનર છે. તેઓ ઇલેક્ટ્રીક કાર બનાવતી Tesla Motors કંપનીના શરૂઆતના રોકાણ કાર અને અત્યારના CEO અને પ્રોડક્ટ આર્કિટેક્ટ છે. તેઓ આવી ઘણી બધી કંપનીઓ ચલાવે છે જે દુનિયાને ભવિષ્યમાં બદલી શકે છે.

એલોન મસ્ક Spacex અને Teslaની સાથે-સાથે Solar City, Neuralink, The Boring Company જેવી કંપનીઓ પણ ચલાવે છે અને શરૂઆતની કંપની Zip2 હતી જેને એલોન મસ્કએ વેંચી દીધી હતી અને ત્યારબાદ X.com ની શરૂઆત કરી અને તે પાછળ Paypal કંપની બની.

એલોન મસ્કનો જન્મ 28 જૂન 1971માં દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં થયો હતો અને તેમના પિતાનું નામ Errol Musk (એરોલ મસ્ક) છે અને તેમની માતાનું નામ Maye Musk (મેયી મસ્ક) છે. તેમના પિતા એક પાઇલટ અને ઇલેક્ટ્રોમિકેનિકલ એંજીનિયર છે અને તેમની માતા એક મોડેલ અને ડાઇટીશિયન છે.

પૃથ્વી પરના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કની સંપત્તિ 195 અબજ ડોલર (લગભગ 14,23,500 કરોડ) થઈ ગઈ છે. એલોન મસ્કની જીંદગીનો એક સમય એવો હતો જ્યારે તેની પાસે કારને રિપેર કરાવવા માટે મિકેનિક ચૂકવવા પૈસા નહોતા. ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લાના માલિક એલન મસ્ક આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે અને તેમણે દર કલાકે 127 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આટલું જ નહીં, હવે તે મંગળ પર સ્થાયી થવાના પોતાના સપનાને પૂરા કરવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન હવે યુવાન એલન મસ્કની એક તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહી છે, જેમાં તે પોતાની કારને જાતે જ ઠીક કરી રહ્યો છે. 

એલન મસ્કની કાર રિપેર કરતો ફોટો સૌ પ્રથમ તેની માતા માયે મસ્કે વર્ષ 2019માં શેર કરી હતી. તેમણે એલન મસ્કના વિરોધીઓ પર હુમલો કરતાં કહ્યું કે 1995માં એલન મસ્કને કાર વિશે ખબર હતી અને લોકો કહે છે કે એલોન મસ્કને કાર વિશે કોઈ જાણકારી નહોતી. મસ્કના વિરોધીઓ તેમની કાર વિશેની સમજની ટીકા કરતા હતા. તેની માતાએ વિરોધીઓને ઉત્તમ જવાબ આપ્યો હતો. આ ટ્વીટનાં જવાબમાં એલન મસ્કએ ખુલાસો કર્યો કે તે પોતે જૂની બીએમડબ્લ્યુ જાતે રિપેર કરતો હતો તેની પાછળનું કારણ એ હતું કે તે મિકેનિકને રિપેરિંગ કરવાના પૈસા ચૂકવા માટે સક્ષમ ન હતો. મસ્કએ એવું પણ કહ્યું કે તેણે આ જૂની BMW કાર 1993 માં લગભગ એક લાખ રૂપિયામાં ખરીદી હતી. 

1993 માં એલન મસ્ક એ સૌથી પહેલા જૂની BMW કાર ખરીદી. આ કાર 1978માં બનાવવામાં આવી હતી અને એલન મસ્કએ તેની કારના ગ્લાસને બદલવા માટે ભંગાર શોપમાંથી 20 ડોલરમાં એક જૂનો કાચ ખરીદ્યો હતો. એલન મસ્ક વિશેની આ માહિતી સોશિયલ મીડિયા વેબસાઇટ ટ્વિટર પર શેર કરવામાં આવી છે. કારને રિપેર કરતો તેનો જૂનો ફોટો હવે સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસને માત આપીને વિશ્વનો સૌથી મોટા ધનિક બની ગયા છે એલન મસ્ક. કોરોના વાયરસને કારણે આર્થિક મંદી હોવા છતાં છેલ્લા 12 મહિનામાં મસ્કની નેટવર્થમાં 150 બિલિયનનો વધારો થયો છે. તે સંભવત વિશ્વના સૌથી વધુ કમાણી કરનાર વ્યક્તિ છે. છેલ્લા એક વર્ષ દરમિયાન મસ્કે દર કલાકે 1.736 મિલિયન એટલે કે લગભગ 127 કરોડની કમાણી કરી છે.

આ કારણ છે કે વિશ્વની સૌથી મૂલ્યવાન ઓટો કંપની ટેસ્લાના શેરમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. વિશ્લેષકો કહે છે કે જ્યોર્જિયામાં ડેમોક્રેટ્સની જીતથી ટેસ્લાની અપેક્ષાઓને વેગ મળ્યો છે કારણ કે પાર્ટી દેશમાં ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવાની તરફેણ કરે છે. બિલિનેયર રોકાણકાર ચમાથ પાલિહાપીતિયાના જણાવ્યા અનુસાર ટેસ્લાના શેરના ભાવ વર્તમાન ભાવથી ત્રણ ગણા વધી શકે છે. જો આવું થાય છે તો મસ્ક વિશ્વના પ્રથમ ટ્રિલિનેયર બનશે.

દક્ષિણ આફ્રિકામાં જન્મેલા અને વ્યવસાયે એન્જિનિયર 49 વર્ષીય એલન મસ્ક ટેસ્લામાં 20% હિસ્સો ધરાવે છે. તેઓ સ્પેસએક્સના સીઈઓ પણ છે. પ્રાઈવેટ સ્પેસ રેસમાં તેમની બેઝોસની કંપની બ્લુ ઓરિજિન એલએલસી સાથે હરીફાઈ પણ છે. મસ્કની કુલ સંપત્તિ 6 જાન્યુઆરીએ 184.5 અબજ ડોલર પર પહોંચી હતી.

બ્લૂમબર્ગ અબજોપતિ ઈન્ડેક્સ અનુસાર મસ્કની કુલ સંપત્તિ બેઝોસ કરતા માત્ર 3 અબજ ડોલરર ઓછી હતી. બેઝોસ ઓક્ટોબર 2017થી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિનું પદ ધરાવે છે અને તેમની સંપત્તિ 187 અબજ ડોલર છે. પરંતુ ગુરુવારે ટેસ્લાના શેરમાં થયેલા વધારાથી તેમનું આ સ્થાન છીનવાઈ ગયું. ગયા વર્ષે ટેસ્લાએ 5 લાખ કાર બનાવી અને ડિલીવરી કરી હતી. આ આંકડો ફોર્ડ મોટર કંપની અને જનરલ મોટર્સ કંપનીની તુલનામાં કંઈ નથી.

એલોન મસ્કની કમાણી વિષે કહેવામાં આવે છે કે, તે દર સેકંડે 67 લાખ રૂપિયા કમાય છે. તેમ છતાંપણ તેના મનમાં નવા આઈડિયાને લઈને ઈચ્છાઓ જાગતી રહે છે. ખુશ મિજાજ અંદાજ, ઉર્જાવાન એલોનને સોશિયલ મીડિયા ઉપર પણ ઘણો પસંદ કરવામાં આવે છે.

એલોન મસ્ક અત્યાર સુધી આઠ કંપનીઓના ફાઉંડર રહી ચુક્યા છે, જેમાં સ્પેસ એક્સ, ટેસ્લા, હાયપરલુપ અને બોરિંગ કંપની જેવી કંપનીઓ શામેલ છે. તેમને બોરિંગ કંપનીનો આઈડિયા ત્યારે આવ્યો હતો, જયારે તે અમેરિકામાં ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા. 2016 માં તેમણે ટ્વીટ કર્યું હતું કે, તે ટ્રાફિકથી બચવા માટે અંડરગ્રાઉન્ડ ભોંયરાનો ઉપયોગ કરશે પરંતુ એવું કરવું ઘણું મોંઘુ છે, અને તેમની કંપની પોતાની ટેકનીક અને સ્માર્ટ એન્જીનીયરીંગની મદદથી તે કામમાં લાગેલી છે.

તેમના અંગત જીવનની વાત કરીએ તો એલોન મસ્કે કેનેડાની લેખીકા જસ્ટીન સાથે વર્ષ 2000 માં લગ્ન કર્યા હતા. તે લગ્ન આઠ વર્ષ સુધી ચાલ્યા હતા. 2008 માં એલોન અને જસ્ટીનના છૂટાછેડા થઇ ગયા હતા. ત્યાર પછી તેમણે બ્રિટીશ અભિનેત્રી રાઈલી સાથે વર્ષ 2010 માં લગ્ન કર્યા હતા. આમ તો બે વર્ષ પછી જ બંનેના સંબંધ પુરા થઇ ગયા હતા.

પરંતુ તેમણે એક વખત ફરી વર્ષ 2013 માં લગ્ન કર્યા અને ત્રણ વર્ષ પછી ફરી તે અલગ થઇ ગયા. ત્યાર બાદ એલોન અને સુપરસ્ટાર અભિનેત્રી હર્ડનની રીલેશનશીપ મીડિયામાં ઘણી છવાઈ ગઈ, પરંતુ બંનેએ પોતાના વ્યસ્ત શેડ્યુલને લઇને ઘણું જલ્દી બ્રેકઅપ કરી લીધું હતું. એલોન મસ્કને પહેલી પત્ની જસ્ટીનથી 6 બાળકો છે, જેમાંથી એક બાળકનું મૃત્યુ થઇ ગયું હતું. તે પાંચેય છોકરા જ છે. એલોન અને તેની ગર્લફ્રેન્ડને ગયા વર્ષ મે માં દીકરો જન્મ્યો છે.

તેની માં એ એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, ઘણી વખત એવું બનતું હતું કે તે તેની જ દુનિયામાં ખોવાઈ જતો હતો, અને તેને આસપાસની સુધબુધ રહેતી ન હતી. પહેલા હું દુઃખી થઇ જતી હતી, પરંતુ હવે હું તેને એકલો છોડી દઉં છું કેમ કે મને ખબર છે કે, તે તેના મગજમાં કોઈ રોકેટ બનાવી રહ્યો છે.

એલોનનું તેના પિતા સાથે વધુ બનતું ન હતું. એલોનના પિતા ક્યારેય તેના સપનાને સપોર્ટ કરતા ન હતા. અને એલોન કહી ચુક્યા છે કે, તેનું બાળપણ મુશ્કેલીઓથી ભરેલું રહ્યું છે. એલોને ઘણી વખત તેના પિતા સાથે વાત કરવાની પણ બંધ કરી દીધી હતી. એક વખત એલોનના પિતાએ તેમના ઘરમાં ઘુસી ગયેલા ત્રણ ચોરને ગોળી પણ મારી દીધી હતી.

બાળપણથી કુશળ બુદ્ધીશાળી રહેલા એલોન 9-10 વર્ષની ઉંમરથી જ કમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખવા લાગ્યા હતા. એલોને સ્પેસ થીમ સાથે જોડાયેલી એક કમ્પ્યુટર ગેમ બનાવી દીધી હતી, અને તેને એક કમ્પ્યુટર મેગેઝીનને 500 ડોલરમાં વેચી દીધી હતી. આ ગેમનું નામ બ્લાસ્ટાર હતું અને તેને આજે પણ ઓનલાઈન રમવામાં આવે છે. એલોનનો બાળપણનો મોટાભાગનો સમય પુસ્તકો સાથે જ પસાર થતો હતો. તે 10-10 કલાક સુધી પુસ્તકોમાં જ રમતા રહેતા હતા.

એક અહેવાલ મુજબ, એલોને ઇનસાઇક્લોપીડીયા બ્રિટેનિકાને નવ વર્ષની ઉંમરમાં વાંચીને સમાપ્ત કરી દીધી હતી, અને પછી તેનો રસ સાયન્સ ફિક્શન ઉપન્યાસોમાં વધવા લાગ્યો હતો. ઘણી જગ્યાએ એલોને એવી ઘટનાઓનું વર્ણન કર્યું છે કે, જયારે બાળપણમાં તેને બીજા વિદ્યાર્થી દ્વારા પરેશાન કરવામાં આવતા હતા. એક વખત કેટલાક છોકરાઓએ તેને દાદરા પરથી નીચે પછાડી દીધો હતો, ત્યાર બાદ તેમને હોસ્પિટલ લઇ જવા પડ્યા હતા. અને એક વખત તેને એટલો મારવામાં આવ્યો હતો કે તેનો જીવ જઈ શકતો હતો. એ કારણ છે કે એલોને કરાટે અને જુડોની તાલીમ 15 વર્ષની ઉંમરમાં લીધી હતી.

એલોન મસ્ક દક્ષીણ આફિકામાં મિલેટ્રી જોઈન્ટ કરવા માંગતા ન હતા, એટલા માટે તે કેનેડા આવી ગયા હતા. તે પીએચડી કરવા માટે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ગયા હતા, પરંતુ તે લગભગ બે દિવસમાં જ તે યુનિવર્સિટીમાંથી પાછા આવી ગયા. આમ તો એલોને 90 ના દશકમાં ઈન્ટરનેટ બુમનો ફાયદો ઉઠાવવા માટે આ નિર્ણય લીધો હતો.


વિવિધ સરકારી સહાય/યોજનાઓ વિશે જાણવા 👇

YOJNA   👉 CLICK HERE


Stay Connected with us :