Recent Posts

મહત્વની 5 મોટી ખબરો

ખેડૂતો માટે મોટા સમાચાર : 


કેન્દ્ર સરકાર દિવાળી 2021 પહેલા મોટી જાહેરાત કરી શકે છે. આ વખતેની દિવાળી પહેલા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની રકમ બમણી કરે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જો આ દરખાસ્ત સંમત થઈ જાય તો ખેડૂતોને વાર્ષિક 6 હજારને બદલે 12 હજાર રૂપિયા મળશે એટલે કે મહિને 2,000 રૂપિયાને બદલે 4,000 રૂપિયા મળશે.

માચીસ બોક્સની કિંમતમાં વધારો : 


ગુરુવારે શિવકાશીમાં યોજાયેલી ઓલ ઇન્ડિયા ચેમ્બર ઓફ મેચની બેઠકમાં માચીસ બોક્સના ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. આગામી 1 ડિસેમ્બરથી માચીસ બોક્સની કિંમત 1 રૂપિયાથી વધારીને 2 રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે. જોકે છેલ્લે 2007માં માચીસ બોક્સની કિંમત 50 પૈસાથી વધારીને 1 રૂપિયા કરવામાં આવી હતી.

દિવાળીમાં કરો ઉત્તર દર્શન : 


IRCTC દિવાળી પહેલા તમારા માટે 9 દિવસ અને 8 રાતનું નોર્થ દર્શન પેકેજ લઈને આવ્યું છે. જેમાં હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર, ઉજ્જૈન સહિત તમામ ફેમસ જગ્યાઓ સામેલ છે. આ પેકેજ નું નામ "ઉત્તર દર્શન" રાખવામાં આવ્યું છે. જોકે ટ્રેન 31 ઓક્ટોબર 2021 ને રાજકોટથી સવારે 6 વાગ્યે ઉપડશે. જેમાં બ્રેકફાસ્ટ, લંચ અને ડીનરની સુવિધા પણ મળશે. આ પેકેજમાં સ્લીપરનું ભાડું 8,500 ₹ અને AC3 નું ભાડું 14,175 રૂપિયા છે.

PSI અને LRDની ભરતી નિયમોમાં ફેરફાર : 


ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ PSI અને LRDની સીધી ભરતીના નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે સીધી ભરતીમાં 15 અને 8 ગુણાના નિર્ણયને બદલી નાખ્યો છે અને શારીરિક કસોટીમાંથી મેરીટ પદ્ધતિ દૂર કરાઈ છે. જેથી PSI અને LRDની સીધી ભરતીમાં શારીરિક કસોટીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો લેખીત પરીક્ષા આપી શકશે. આમ લેખિત પરીક્ષામાં હવે વધું ઉમેદવારો બેસી શકશે.

હોમગાર્ડની ભરતી માટે મંજૂરી : 


રાજ્યના ગૃહ વિભાગે જિલ્લા અને મહાનગરોના પોલીસ તંત્રમાં હોમગાર્ડની 6,752 જગ્યાઓ ભરવા મંજૂરી આપી છે. શુક્રવારે જિલ્લા અને તાલુકા વાઈઝ જગ્યાઓ સાથે ભરતી માટેના ઉમેદવારી ફોર્મ બહાર પડ્યા હતા. આ ભરતીમાં ફોર્મ ભરવા માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ અને વયમર્યાદા 18 થી 50 વર્ષ સુધીની રાખવામાં આવી છે. જોકે હોમગાર્ડની નોકરી માટે દૈનિક 300 રૂપિયાનું માનદ વેતન મળશે.


[ Stay connected with 👉 www.computergujarat.blogspot.com ]