Recent Posts

બિન સચિવાલય ક્લાર્કને 27 જાન્યુઆરીથી વિભાગની ફાળવણી

👉 ગૌણ સેવા મંડળે 2018માંભરતી જાહેર કરી હતી
👉 ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ 5620 ઉમેદવારોનેમાન્ય ગણવામાંઆવ્યા
👉 વિભાગોની વહેંચણીનો કાર્યક્રમ 12થી 15 દિવસ ચાલી શકે છે

 

ગૌણ સેવા પસંદગી મંડળ 27 જાન્યુઆરીએ બિન સચિવાલય ક્લાર્કના વિભાગોની વહેંચણી શરૂ કરશે. જાહેર કરેલા ભરતીના મેરિટમાં સમાવેશ પામેલા ઉમેદવારોને મેરિટના આધારે વિભાગોની પસંદગી કરી શકશે. વિભાગોની વહેંચણીનો કાર્યક્રમ 12થી 15 દિવસ ચાલી શકે છે. ગૌણ સેવા પસંદગી મંડળના જણાવ્યા પ્રમાણે, આ ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં તમામ ભરતી પ્રક્રિયા પૂરી કરાશે. 

ગૌણ સેવા પસંદગી મંડળે ઓક્ટોબર - 2018માં બિન સચિવાયલ ક્લાર્કની 3901 જગ્યા પર ભરતી જાહેર કરી હતી. પ્રાથમિક કસોટી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ મંડળે 5620 ઉમેદવારોને માન્ય ગણ્યા છે. 200 જેટલા ઉમેદવારો ભરતીની આગળની પ્રક્રિયાથી બાકાત થયા હતા. ભરતી પ્રક્રિયા લાંબા સમયથી પેંન્ડિગ રહેલા ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર સ્થિત મંડળની ઓફિસે ઉમેદવારો દ્વારા વારંવાર રજૂઆત કરવા માટે ઉમેદવારો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. 

વિભાગ ફાળવવા સોશિયલ મીડિયા કેમ્પેન ચલાવાયું 

મંડળે મેરિટમાં સમાવેશ થતા ઉમેદવારોને વિભાગ ફાળવાઇ તે માટે સોશિયલ મીડિયા કેમ્પેન ચલાવાયું હતું. ઉમેદવારોએ દાવો કર્યો હતો કે, આ કેમ્પેન ભારતમાં ત્રીજા ક્રમે ટ્રેન્ડ કરતું હતું. અધિકારીઓ તરફથી જવાબ ન મળતા ઉમેદવારોએ સોશિયલ મીડિયાનો સહારો લીધો હોવાનો પણ આક્ષેપ કરાયો છે. 

ભરતી માટે ઘણાં ઉમેદવારની સગાઇ અટકી 

ઉમેદવારોના જણાવ્યા પ્રમાણે, ભરતીમાં મેરિટમાં સમાવેશ થયા પરંતુ નોકરી મળી નથી. જેથી અમુક ઉમેદવારની સગાઇ અટકી છે. અમુકનું ઘર પાસ થયેલા ઉમેદવારના પૈસાથી ચાલે છે. જો નોકરી ચાલુ થાય તો સારો પગાર મળે. આ તમામ મુશ્કેલીઓને કારણે ઉમેદવારોએ વિભાગોની ફાળવણી કરવા માટે જણાવ્યું હતું.

Join our Whatsapp Group  👉 Click Here
Join our Telegram Channel 👉 Click Here
Subscribe Telegram Current Affairs Group
 👉 Click Here

👉  All Subject Material 

👉  WATCH YOJNA VIDEOS 

👉 DAILY CURRENT AFFAIRS IN GUJARATI 


STAY CONNECTED WITH US : 👇

www.computergujarat.blogspot.com