Recent Posts

ઇજીપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતા અલ સીસી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.


આ વખતે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ-સીસી 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીના પ્રસંગે મુખ્ય અતિથિ હશે. અબ્દુલ 24 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની પરેડમાં ઉપસ્થિત રહેવા દિલ્હી આવી રહ્યા છે. તેઓ 24થી 26 જાન્યુઆરી દરમિયાન ભારતની મુલાકાતે આવશે. ભારત સરકારના આ નિર્ણયને રાજદ્વારી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ માહિતી વિદેશ મંત્રાલયે આપી હતી. 

ભારત અને ઇજિપ્ત વચ્ચેના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ 2022માં જ પૂર્ણ થયા હતા. આ જ કારણ છે કે અબ્દેલ ફતેહની ભારત મુલાકાતને ઘણી ખાસ માનવામાં આવી રહી છે. આને બંને દેશો વચ્ચે ભાગીદારી બનાવવાની સુવર્ણ તક તરીકે જોવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ તેઓ ત્રીજી વખત ભારતની મુલાકાત લેશે. આ દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા મુદ્દાઓ પર ચર્ચા થશે.

ઇજીપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતા અલ સીસીની ભારત મુલાકાત સમયે ભારત – ઇજીપ્ત વચ્ચે કૃષિથી લઇ ડીજીટલ સહિત વિવિધ ક્ષેત્રના કેટલાક સમજુતી કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે ઇજીપ્તના રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને ઇજીપ્તની લશ્કરી ટુકડી ઉજવણીમાં ભાગ લેશે.

શ્રીપુન અલ સીસી આગામી રપ તારીખે નવી દિલ્હી પહોચશે અને રપ તારીખે પ્રધાનમંત્રી મોદી સાથે બેઠક કરશે. તેઓ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની મુલાકાત લેશે તથા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ધ્વારા આયોજીત ભોજન સમારંભમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમનું ઔપચારિક સ્વાગત કરાશે.
તેઓ ભારતના ઉદ્યોગપતિ સાથે વાતચીત કરે તેવી પણ સંભાવના છે. 
આ મુલાકાત દરમિયાન ભારત ઇજીપ્ત વચ્ચેના રાજદ્વારી સંબંધોના ૭પ વર્ષ પુર્ણ થયાની સ્મૃતિમાં ટપાલ ટીકીટ પણ બહાર પડાશે.

Join our Whatsapp Group  👉 Click Here
Join our Telegram Channel 👉 Click Here
Subscribe Telegram Current Affairs Group
 👉 Click Here

👉  All Subject Material 

👉  WATCH YOJNA VIDEOS 

👉 DAILY CURRENT AFFAIRS IN GUJARATI 


STAY CONNECTED WITH US : 👇

www.computergujarat.blogspot.com